Gujarat

ક્રિષ્ના ક્રેડિટ કો ઓ દ્વારા મૃતક ના પરિવારો ને સહાઈ ચેક અપાયા

તા. 13/6/2023ના રોજ સાંજના ૬/-કલાકે શ્રી ક્રિષ્ના ક્રેડિટ કો. ઑ. સોસાયટી, લીલીયાની ડિરેક્ટર બોર્ડની મીટીંગ  સંસ્થા નાં કાર્યાલય માં મળેલ, જેમાં સંસ્થાના સભાસદ પ્રવીણભાઈ કવા તથા અરવિંદભાઈ ડાભી નું દુઃખદ અવસાન થતા  તેમના વારસદારો  દયાબેન કવા ને રૂ. 25000/-અને સુરેશભાઈ ડાભીને  રૂ.25000/-સંસ્થા તરફથી વીમાસહાય તરીકે આપવામાં આવેલ. આ તકે ચેરમેન નીતિનભાઈ ત્રિવેદી, વાઇસ ચેરમેન મુકેશભાઈ માતરીયા, ડિરેક્ટર ભરતભાઈ શેખલીયા, કિશોરભાઈ પાઠક, ઘનશ્યામભાઈ રાદડિયા, ઘનશ્યામભાઈ ભાલાળા, અતુલભાઇ ભટ્ટ, હિરજીભાઈ કાકરેચા, હરેશભાઈ ગાંગડીયા, વિપુલભાઈ ડેર, બટુકભાઈ સોલીયા, રૂપાબેન પાઠક, નિતાબેન વાઘેલા, વગેરે હાજર રહી અને તેમના વારસદારોને આ સહાયના ચેક અર્પણ કરેલ હતા તેમજ સમગ્ર મિટિંગનું સંચાલન સંસ્થાના માનદ મેનેજર જીતેન્દ્રભાઈ પાઠક દ્વારા કરવામાં આવેલ.
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

IMG-20230614-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *