Gujarat

GPSCદ્વારા તા.૧૯ જૂનના રોજ આયોજિત મદદનીશ વન સંરક્ષક,વર્ગ-રની મુખ્ય પરીક્ષા વાવાઝોડાને કારણે હાલ પૂરતી મોકૂફ રખાઇ ઃ બાકીની પરીક્ષાની તારીખો યથાવત રહેશે

ગુજરાત જાહેર સેવા આયોગ – ય્ઁજીઝ્ર દ્વારા જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૨-૨૩, મદદનીશ વન સંરક્ષક, વર્ગ-રની મુખ્ય પરીક્ષા (લેખિત) તા. ૧૯, ૨૧ અને ૨૩ જૂન ૨૦૨૩ના રોજ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્યમાં બિપરજાેય વાવાઝોડાને ધ્યાને લઈ તા.૧૯ જૂન-૨૦૨૩ના રોજ યોજાનાર પરીક્ષા પેપર-૧ અને ર મોકૂફ રાખવામાં આવી છે. જ્યારે તા.૨૧ અને તા.૨૩ જૂન ૨૦૨૩ના રોજની પરીક્ષા પેપર-૩, ૪ અને ૫ યથાવત રાખવામાં આવી છે. મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા બાબતે આયોગ દ્વારા ટૂંક સમયમાં આયોગની વેબસાઈટ પર તારીખ જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા સંયુક્ત સચિવ, ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *