Gujarat

બોરસદ ખાતે વંચિત વિકાસ સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા માર્ગદર્શિત વંચિત વિકાસ સંગઠન બોરસદની તા.18/06/’23ના રોજ બોરસદ તાલુકા પંચાયત ખાતે એક મિટિંગ યોજાઈ હતી જેમાં બોરસદ, આંકલાવ તથા ખંભાત તાલુકાના જુદાજુદા ગામોમાં વસતા વંચિત સમુદાયોના 40 જેટલા આગેવાન ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ચાર કલાક ચાલેલી આ સભામાં સંગઠનના કાર્યો, બંધારણ તથા હોદ્દેદારો સંબંધિત ઊંડાણ પૂર્વકની ચર્ચાને અંતે કઠોલ ગામના ગોરધનભાઈ મકવાણાને પ્રમુખ, વાડોલાના સોમાભાઈને ઉ.પ્રમુખ અને અમિયાદના નવીનભાઈ રોહિતને મંત્રી તરીકે સર્વાનુમતે પસંદ કરવામાં આવ્યા હતા. આશાદીપના સ્ટાફની ઉપસ્થિતિમાં સંપન્ન થયેલ આ મિટિંગમાં આગામી મિટિંગનું સ્થળ તેમજ એજન્ડા પણ નક્કી કરવામાં આવ્યો હતો.
તસવીર : મકસુદ કારીગર,કઠલાલ

IMG-20230618-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *