અહેવાલ સોની હરેશ પી સતીકુંવર વેરાવળ
ગીર સોમનાથ વેરાવળ માં વાવાઝોડા ને પગલે બંધ કરવા માં આવેલ ઍસ.ટી અને રેલ્વે સુવિધા સાંજે રાબેતા મુજબ શરુ કરી
મળેલી માહિતી મુજબ ગીર સોમનાથ વેરાવળ માં વાવાઝોડા ને પગલે બંધ કરેલ બસ સેવા એસ.ટી તંત્ર દ્વારા જૂનાગઢ વિભાગ અને વેરાવળ ડેપો દ્વારા વિભાગીય નિયામક ના આદેશ મુજબ ડેપો મેનેજર દીલીપ ભાઈ શામળા દ્વારા વેરાવળ તાલાલા જુનાગઢ વેરાવળ ઉના વેરાવળ વેરાવળ વડોદરા વેરાવળ તલાલા ગાંધીનગર સોમનાથ ગાંધીનગર ની બસ સેવા રાબેતા મુજબ શરૂ કરી તેમજ ભાવનગર ના પશ્ચિમ રેલવે માશૂક અહમદ
વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક ના આદેશ મુજબ
અને વેરાવળ સ્ટેશન મેનેજર તરીકે ફરજ બજાવતા આર કે ઠાકુર સાહેબ ના જણાવ્યા મુજબ
આજથી વેરાવળ અને પોરબંદર થી ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે
પશ્ચિમ રેલવેએ ચક્રવાત ‘બિપરજોય’ બાદ વેરાવળ અને પોરબંદરથી દોડતી ટ્રેનોને પુન: શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ભાવનગર રેલ્વે મંડળના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આજે 16.06.2023 થી ચાલતી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
1. 16.06.2023ની ટ્રેન નંબર 09515 કાનાલુસ-પોરબંદર
2. 16.06.2023ની ટ્રેન નંબર 09551 ભાણવડ-પોરબંદર
3. 16.06.2023ની ટ્રેન નંબર 11088 પુણે-વેરાવળ
4. 16.06.2023ની ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ
5. 16.06.2023ની ટ્રેન નંબર 09521 રાજકોટ-વેરાવળ
6. 16.06.2023ની ટ્રેન નંબર 09552 પોરબંદર-ભાણવડ
7. 16.06.2023ની ટ્રેન નંબર 19269 પોરબંદર-મુઝફ્ફરપુર
8. 16.06.2023ની ટ્રેન નંબર 19016 પોરબંદર-દાદર
9. 16.06.2023ની ટ્રેન નંબર 22958 વેરાવળ-અમદાવાદ
10. 16.06.2023ની ટ્રેન નંબર ની સુવિધા રાબેતા મુજબ શરૂ કરી હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું