*મંદિર ના પૂજારીઓ અને ભાજપ નાં કાર્યકર્તાઓએ કર્યું ઉપમુખ્યમંત્રી સ્વાગત*
અરવલ્લી ની ગિરિમાળાઓમાં વિરાજમાન માં અંબા નું ધામ દેશ વિદેશમાં વિખ્યાત છે. ત્યારે સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા ના દર્શનાર્થે આવી માતાજી ના ચરણોમાં શીશ નમાવે છે. શક્તિપીઠ અંબાજી ખાતે કોઈપણ નેતા અભિનેતા કે પછી વી વીઆઈપી પણ માતાજી ના ચરણોમાં શીશ નમાવવા અને માનો આશીર્વાદ મેળવવા અંબાજી આવતા હોય છે.આજે ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી અંબાજી પહોંચ્યા હતા.
શક્તિપીઠ અંબાજી માતાજી ના દર્શન કરવા માટે ઉત્તર પ્રદેશ ના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક માતાજી ના ધામે પહોંચ્યા હતા. અંબાજી મંદિર માં પહોંચતા મંદિરના પૂજારીઓ અને અંબાજી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક મન્દિર ના ગર્ભગ્રહ મા જઈ માતાજી ની વિશેષ પૂજા અર્ચના કરી હતી. માતાજીના દર્શન અને માતાજીના ચરણોમાં શીશ નમાવ્યા બાદ ઉપમુખ્યમંત્રીએ માતાજી થી વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક માતાજીની ગાદી પર ભટજી મહારાજ જોડે આશીર્વાદ મેળવ્યો હતો. ત્યારે ભટજી મહારાજે બ્રિજેશ પાઠક ના હાથમાં રક્ષા કવચ બાંધી આશીર્વાદ આપ્યો હતો. અંબાજી મંદિરમાં ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠક પહુચતા અંબાજી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમની મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


