Gujarat

 અમદાવાદના ગુજરાત હજ હાઉસ ખાતે હજ દરમિયાન જન્નત નસીન થયેલ હાજી ઓના ઈશાલે સવાબ માટે ફાતિયા –  કુરાન ખાની કરવામાં આવી.

મકસુદ કારીગર,કઠલાલ
અમદાવાદના હજ હાઉસ ખાતે  તા.૧૩.૭.૨૦૨૩ નારોજ ગુજરાત હજ સમિતિ દ્વારા ગુજરાતમાંથી મુસ્લિમોનો પવિત્ર સ્થાન મક્કા શરીફમાં હજ અદા કરવા ગયેલા જે હાજીઓ જન્નત નસીન થયેલ છે તેઓના ઈશાલે સવાબ માટે ફાતિયા – કુરાન ખાની પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં ગુજરાત હજ સમિતિના સી.ઓ ઘાંચી સાહેબ, ગુજરાત હજ સમિતિના મેમ્બર નાહીનભાઈ કાજી, નાસીર ખાન બલોચ, તેમજ આમતભાઈ જત ખાસ હાજર રહ્યા, સાથે સાથે ગુજરાત હજ સમિતિના તમામ અધિકારીઓ, ફિલ્ડ ટ્રેનરો, એનજીઓના સિનિયર આગેવાનો દ્વારા કુરાન શરીફ ની તિલાવત કરીને જન્નત નસીન થયેલ હાજીઓ માટે ખાસ દુઆ કરવામાં આવેલ, સાથે સાથે નિયાઝ (પ્રસાદી) પણ રાખવામાં આવી હતી, ખાસ કરીને ગુજરાત હજ સમિતિ ના ચેરમેન ઈકબાલભાઈ સૈયદ પણ મક્કા શરીફ માં હજ પડવા ગયેલ છે. તેઓએ પણ જન્નત નસીન થયેલ હાજીઓ માટે મક્કા શરીફમાં પણ દુઆ નો પ્રોગ્રામ કરીને તેઓ માટે ખાસ દુઆ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *