Gujarat

 આત્મા પ્રોજેક્ટ જામનગર દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી અપાઈ 

આત્મા પ્રોજેક્ટ જામનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠ સાહેબ ના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લીંબુડા  ગામે જિલ્લા અંદર તાલીમ યોજાયેલ જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતોએ ભાગ લીધો જેમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી બી.એમ.આગઠ સાહેબ દ્વારા પ્રાકૃતિક કૃષી ના પાંચ આયામોની  વિસ્તૃત રીતે સમજણ આપી હતી. તથા ડે. પ્રોજેક્ટ ડાયરેક્ટર જીગ્નેશ બી. પટેલ સાહેબ દ્વારા રાસાયણિક ખેતીમાં વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓથી પર્યાવરણ જમીન અને મનુષ્યના જીવન પર થતી વિપરીત અસરો અંગે ખેડૂતોને માહિતી આપી તેમજ જીવામૃત બનાવવાની પદ્ધતિ અંગે લાઈવ ડેમોસ્ટ્રેશન રાખી ખેડૂતોને માહિતગાર કરાયા અને જીવામૃતથી થતા ફાયદા વિશે ખેડૂતોને માહિતી આપવામાં આવી તેમજ આણદા ગામના પ્રગતિશીલ ખેડૂત વસંતભાઈ બેચરભાઇ દ્વારા તલ મગફળી. ઘઉં. માટે પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો સરળ ભાષામાં સમજાવી એમના પ્રાકૃતિક ખેતીમાં થયેલા અનુભવો ખેડૂતોને સમજાવી પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પ્રેરણા આપી હતી આ સમગ્ર તાલીમનું આયોજન જોડિયા તાલુકાના બ્લોક ટેકનોલોજી મેનેજર આશીષ કે. સંઘાણી તેમજ આસિસ્ટન્ટ ટેકનોલોજી મેનેજર જે. ડી. રાઠોડ  દ્વારા કરવામાં આવેલું હતુ………………………………
રિપોર્ટર ::શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ ::લીંબુડા…………..

IMG-20230812-WA0283.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *