Gujarat

હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્વારા પી.આઈ.શ્રી જે.એમ.કૈલા નાઓના માર્ગદર્શન હેઠળ જાગૃતિ કાર્યક્રમ

અમરેલી વિદ્યાસભા ખાતે NCCનો Combined Annual Training Camp-3માં એન.સી.સી.ની કૅડેટને મહિલા કોન્સ્ટેબલ પ્રિયાબેન બગડા અને નીતાબેન કંડોડીયા દ્વારા હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ બનાવવાનો હેતુ તેની કામગરી વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી હતી તથા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર ના કાઉન્સેલર પારુલબેન માહિડા દ્રારા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર દ્રારા મહિલાઓને મળતી મદદ અને કામગીરી, મહિલા લગત કાયદાઓ,સાયબર ક્રાઈમ, 181 મહિલા હેલ્પલાઈનની મદદ કેવા સંજોગોમાં લઇ શકાય અને કોણ મદદ લઇ શકે. સખી વન સ્ટોપ સેન્ટર કામગીરી, મહિલા પોલીસ સ્ટેશન વગેરે મહિલાઓ અને દીકરીઓને મદદરૂપ થતા સરકારના વિવિધ માળખાઓ અંગેની વિસ્તૃત માહિતી આપવામાં આવી ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગની મહિલા લગત યોજનાઓ અંગે પણ માહિતી આપી હતી.સાથે સાથે કેડેટ્સને વધતા જતા દીકરીઓ ઉપરના ગુન્હા અને એસિડ એટેક,વગેરે બાબતો વિશે જાણકારી આપી હતી.સાથે કાઉન્સેલર દ્રારા સલાહ,સૂચન અને માર્ગદર્શન આપી દરેક મુશ્કેલ સમયે શાંતિપૂર્વક વિચારી અને જીવનમાં નિર્ણયો લેવા માટે ટકોર કરવામાં આવી અને હાલ પોતાના ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અંગે ગંભીર રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી આમ અભ્યાસ કરતી દીકરીઓને યોગ્ય માહિતી મળી રહે માટે અલગ અલગ સ્કૂલો કોલેજોમાં કાર્યક્રમો કરવામાં આવે છે કે જેથી વિદ્યાર્થીની પોતાની કે બીજી કોઈ વિદ્યાર્થીનીઓ ઉપર આવેલી મુશ્કેલીનો હિંમતપૂર્વક સામનો કરી અને કોની મદદ લઇ શકાય એ માટે જાગૃત થાય માટે સમજમાં આવા જાગૃતિ કાર્યક્રમો દ્રારા પ્રચાર પ્રસાર દ્રારા મહિલાઓ અને દીકરીઓને સક્ષમ બનાવવામાં મદદરૂપ થઇ શકાય છે.આ કાર્યક્રમ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પી.આઈ.જે.એમ.કૈલાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.વિદ્યાર્થીનીઓને યોગ્ય માહિતી આપવામાં આવતા એન.સી.સી.ના સી.ઓ.સાહેબ દ્રારા પ્રશંસા કરવામાં આવી અને તેઓએ સિલ્ડ આપી સન્માનીત પણ કાર્ય હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230719-WA0046.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *