કુંકાવાવ તાલુકાના નવા બાદનપુર ગામે આજે આઝાદી કા અમુત મહોત્સવ નિમિત્તે નવાબાદનપુર શાળામાં મારી માટી મારો દેશ ખાતે ખુબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આઝાદિકા અમૃત મહોત્સવ નિમિત્તે રાજ્યભરની દરેક ગ્રામ પંચાયતોમાં 15મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો સાથે ગ્રામસભાઓ યોજાઈ હતી. ભારતના સ્વાતંત્ર્ય રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે આઝાદીકા અમૃત મહોત્સવના ભાગરૂપે નવાબાદનપુર ગામની પ્રાથમિક શાળામાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી દિનેશ ગુરવ અને કુંકાવાવ તાલુકા વિકાસ અધિકારી લીંબાસિયાના માર્ગદર્શન હેઠળ મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શીલા ફલકમ સમર્પણ પ્રાણ પ્રતિજ્ઞા અને સેલ્ફી વસુધા ધ્વજને સલામી આપતા હીરોને સલામી અને રાષ્ટ્રગીત અને ગ્રામસભા તેમજ આરોગ્ય દિવસની ઉજવણી પણ કરી હતી.
મગન ભુવા તાલુકા હેલ્થ સુપર વાયઝર ,સરપંચ શ્રી વિલાશબેન બાબરીયા, વિસ્તરણ અધિકારી ,તલાટી શ્રી જાડેજા, આચાર્ય ચંદુભાઇ ગજેરા, શિક્ષકો તથા શ્રી પ્રીતેસભાઈ બાબરીયા
ગામના આંગણવાડી કાર્યકર, ગામના ઉપ સરપંચ ભાવેશભાઇ,આરોગ્ય કર્મચારીઓ તથા ગામના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


