Gujarat

મુહમ્મદ આસિફે નિવેદન પર બાબર આઝમના પિતાની પ્રતિક્રિયા પણ સામે આવી

ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર મુહમ્મદ આસિફે હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેના પર હવે પાકિસ્તાન ક્રિકેટ ટીમનાં કેપ્ટન બાબરના પિતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. ભૂતપૂર્વ ઝડપી બોલર મોહમ્મદ આસિફે દાવો કર્યો હતો કે આજે પણ તે બાબરને મેડન ઓવર ફેંકી શકે છે. એટલું જ નહીં આ જ નિવેદનની ઉપર તેમણે એમ પણ કહ્યું કે જાે કોઈ ખરેખર સારી બોલિંગ કરે તો બાબર તેને ફટકારી શકે નહીં. બાબરના પિતા આઝમ સિદ્દીકીએ આસિફની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી છે.

બાબર આઝમનાં પિતાએ પાકિસ્તાનના ક્રિકેટ પ્રશંસકોને આસિફ વિરુદ્ધ આક્રમક વલણ ન અપનાવવા અને તેમની વિરુદ્ધ શાબ્દિક હુમલા ન કરવા વિનંતી કરી છે. આઝમે સ્પષ્ટતા કરી હતી કે બાબરે આસિફના સન્માનમાં તેના અંડર-૧૬ દિવસો દરમિયાન આસિફની ઓવર-મેઇડન રમી હતી કારણ કે પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલરે ઢ્‌મ્ન્ ટ્રાયલ દરમિયાન તેના પુત્રને રમતા જાેઈને પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટનો સંપર્ક કર્યો હતો અને તેને ટીમમાં પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું.
આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું હતું કે મેં તેને ઢ્‌મ્ન્ ટ્રાયલમાં માત્ર બે જ બોલ રમતા જાેઈને પસંદ કરી લીધો હતો. હું તેને ખૂબ જ ઊંચો ખેલાડી માનુ છું. તે દેશના સર્વશ્રેષ્ઠ બેટ્‌સમેનોમાંનો એક છે પરંતુ તે પાવરપ્લેમાં ઘણા બધા ડોટ્‌સ બોલ રમે છે જેનાથી રિઝવાન પર દબાણ રહે છે. આજે પણ હું G૨૦ ક્રિકેટમાં બાબર આઝમ માટે મેડન ઓવર ફેંકી શકું છું. જાે તમે તેમને સારો બોલ ફેંકશો તો તે બોલને ફટકારી શકશે નહીં.

આસિફે પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૩ ટેસ્ટ, ૩૮ વનડે અને ૧૧ ટી૨૦ મેચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેના નામે ટેસ્ટમાં ૨૪.૩૬ની એવરેજથી ૧૦૬ વિકેટ, વનડેમાં ૩૩.૧૩ની એવરેજથી ૪૬ વિકેટ અને G૨૦માં ૨૬.૩૮ની એવરેજથી ૧૩ વિકેટ છે. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ આસિફને પાકિસ્તાનના સર્વશ્રેષ્ઠ ઝડપી બોલરોમાંથી એક ગણવામાં આવતો હતો પરંતુ ૨૦૧૦માં સ્પોટ ફિક્સિંગમાં દોષી જાહેર થયા બાદ તેની કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો.

અગાઉ વર્ષ ૨૦૦૮માં ડ્રગ્સ કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું જ્યારે તેને ગેરકાયદેસર ડ્રગ્સ રાખવાની શંકામાં દુબઈ એરપોર્ટ પરથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. જાે કે, આ વિવાદો સિવાય આસિફ ફાસ્ટ બોલિંગમાં પાકિસ્તાનમાં નામના ધરાવતો હતો. વસીમ અકરમ, શોએબ અખ્તર જેવા મહાન ફાસ્ટ બોલર પણ તેની બોલિંગના ચાહક હતા.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *