Delhi

કેદારનાથમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ

નવીદિલ્હી
કેદારનાથ મંદિરમાં વાયરલ થઈ રહેલા વીડિયો બાદ હવે કેદારનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હવે મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કેદારનાથ ધામ મંદિરમાં યાત્રીઓ ભગવાનના દર્શને જતા હોય છે જ્યા તેઓ ફોટા તેમજ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મુકતા હોય છે. ત્યારે થોડા સમયથી મંદિર પરિસમાં લેવામાં આવેલ વીડિયો બાદ હોબાળો મચી ગયો હતો જે બાદ હવે મંદિર પરિસરમાં ફોટો લેવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેદારનાથ મંદિરમાં મોબાઈલ ફોન સાથે પ્રવેશવા, ફોટો ક્લિક કરવા અને વીડિયો બનાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, જે તાજેતરમાં અનેક વિવાદાસ્પદ વીડિયોના કારણે ચર્ચામાં છે. કેદારનાથ મંદિરની વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ-કેદારનાથ મંદિર ટ્રસ્ટે મંદિર પરિસરમાં વિવિધ સ્થળોએ ફોન પ્રતિબંધના બોર્ડ લગાવ્યા છે. આ બોર્ડમાં લખવામાં આવ્યું છે કે મોબાઈલ ફોન સાથે મંદિર પરિસરમાં પ્રવેશ ન કરો, મંદિરની અંદર કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કેદારનાથમાં હમણાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જ્યાં કોઈ પોતાના પાર્ટનરને પ્રપોઝ કરતુ જાેવા મળે છે તો ક્યાંક કોઈ વીડિયો બનાવતુ ત્યારે આ બાદ મંદિર પરિસર દ્વારા ફોન પર જ બેન મુકી દેવામાં આવ્યો છે. આ સાથે મંદિર અને મંદિર પરિસરમાં કપડાને લઈને પણ નિયમ બનાવવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે માત્ર સાધારણ કપડાં પહેરવા, તેમજ જ્યારે અન્ય બોર્ડમાં કે મંદિર પરિસરમાં ટેન્ટ કે કેમ્પ લગાવવો નહી. ત્યારે આ અંગેના નિયમોનું ઉલ્લઘન કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેનું જણાવ્યું હતુ. તાજેતરમાં, ગઢવાલ હિમાલયમાં સ્થિત કેદારનાથ મંદિરમાં વાયરલ થયેલા વીડિયો બાદ ફોન બેન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જાે કે વાયરલ થયેલા વીડિયો પર તીર્થયાત્રીઓ, સામાન્ય શ્રદ્ધાળુઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વાંધો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને ધાર્મિક સ્થળોમાં આવા કૃત્યોને ખોટું ગણાવવામાં આવ્યુ હતુ જે બાદ આ મોટો ર્નિણય કરવામાં આવ્યો છે.

File-01-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *