Gujarat

જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ના બંધડા ગામે બંધનાથ મહાદેવ ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવીએ

વંથલી :
વંથલી તાલુકા ના બંધડા ગામે બંધનાથ મહાદેવ નુ પ્રાચિન મંદીર આવેલુ છે આ મંદીર ખાતે શ્રાવણ માસ દરમીયાન શ્રદ્ધાળુઓ મોટી સંખ્યા મા ઉમટી પડે છે. તો આવો મંદીર ના દર્શન ની સાથે તેનો ઇતિહાસ પણ વાગોડિયે
કહેવાય છે કે ભગવાન શ્રી ક્રુષ્ણ જ્યારે રૂક્ષ્મણી નુ હરણ કરી લાવ્યા પછી ત્રણ ફેરા કડછ મા અને ચોથો ફેરો માધવપુર મા ફરવા નુ રાખ્યુ હતુ તે સમયે લગ્ન વિધિ મા મધ ની જરૂર પડતા ભગવાને પોતાની યોગ શક્તિ થી કનડા ડુંગર મા થી મધ ની નદી ( મધુવંતી )વહેતી કરી હતી અને આ નદી જ્યારે બંધડા ગામ પાસે પહોંચી ત્યારે ત્યાં વસતો મધુ દેત્ય નામનો રાક્ષસ આ નદી મા આડો પડી મધ પાન કરવા લાગ્યો હતો જેથી મધ નો પ્રવાહ અટકી ગયો હતો અને આ વાત ની જાણ ભગવાન શ્રી ક્રુષ્ણ ને થતા તેઓ સ્વયમ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ રાક્ષસ સાથે સંગ્રામ ( લડાઇ ) થયો હતો આ રાક્ષસ ને અનેક વખત મારવા છતા તે ફરી સજીવન થઈ જતો હતો એટલે છેલ્લે ભગવાન શ્રી ક્રુષ્ણ એ રાક્ષસ ના શરીર ના બે ભાગ કરી દુર ફેંકી દીધા હતા અને વચ્ચે મહાદેવ ની સ્થાપના કરી મધુવંતી નદી ની રેતી મા થી પુજા અર્ચના કરી માધવપુર લગ્ન વિધિ પુર્ણ કરી હતી
આ ઐતિહાસીક અને પ્રાચીન બંધનાથ મહાદેવ મંદીરે શ્રાવણ માસ ના સોમવારે ભક્તજનો મોટી સંખ્યા મા દાદા ના દર્શન કરવા શ્રધ્ધા પુર્વક ઉમટી પડી મહા આરતી નો લાભ લઈ ધન્યતા અનુભવે છે
લીલી નાઘેર સમા નયન રમ્ય વાતવરણ મા  ગામ થી દુર જંગલ વિસ્તાર મા નદી ના કાંઠે શાન્ત વાતવરણ મંદીર નુ વિશાળ પટાંગણ ઉપરાંત બાળકો માટે રમત ગમત બાલ ક્રિડાન્ગણ ભાવિક ભક્તો ને અહી ખેંચી લાવે છે અને વાર તહેવારે અહી ભીડ જોવા મડે છે
રમેશ સિંગલ વંથલી

IMG_20230828_202719.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *