Maharashtra

બાંગ્લાદેશી સ્ટાર શાકિબ ખાનના બોલિવૂડ ડેબ્યુમાં શેહનાઝ ગિલનો પણ સમાવેશ!

મુંબઈ
સાઉથના સ્ટાર્સ સાથે હાથ મિલાવ્યા બાદ બોલિવૂડે બાંગ્લાદેશમાં પણ નજર દોડાવી છે. બાંગ્લાદેશના સુપરસ્ટાર ગણાતા શાકિબ ખાને બોલિવૂડમાં ડેબ્યુની તૈયારી કરી હોવાનું કહેવાય છે. શાકિબ ખાનની આગામી ફિલ્મમાં લીડ રોલ માટે શેહનાઝ ગિલ ઉપરાંત પ્રાચી દેસાઈ, નેહા શર્મા અને ઝરીન ખાન સાથે વાતચીત થઈ છે. અન્ય ત્રણ એક્ટ્રેસની સરખામણીએ શેહનાઝની દાવેદારી વધારે પ્રબળ છે. સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’થી શેહનાઝે બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હોવાથી અન્ય ત્રણ એક્ટ્રેસની સરખામણીએ તેની સ્ટાર વેલ્યુ વધારે છે. શાકિબ ખાનની બાંગ્લા ફિલ્મ ‘પ્રિયોતોમા’ થોડા દિવસ પહેલા રિલીઝ થઈ હતી. ફિલ્મના પ્રમોશન માટે શાકિબ અમેરિકા પણ ગયા હતા. આ ફિલ્મ બાંગ્લાદેશમાં સુપરહિટ રહી છે. બાંગ્લાદેશમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, શાકિબ ખાનની પહેલી બોલિવૂડ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ જશે. વારાણસીથી શૂટિંગ શરૂ થશે અને ૩૫ દિવસના શીડ્યુલમાં પૂરું પણ થઈ જશે. બાંગ્લાદેશ અને ભારતના પ્રોડક્શન હાઉસ દ્વારા સંયુક્ત રીતે ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. હિન્દી અને બાંગ્લા ઉપરાંત તમિલ, તેલુગુમાં પણ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે. ફિલ્મનું ટાઈટલ સાયકોપથ અથવા ડોરોડ હોવાનું કહેવાય છે. એક સમયે પાકિસ્તાનના કલાકારો સાથે કામ કરવા માટે બોલિવૂડના ફિલ્મ મેકર્સ ઉત્સુક રહેતા હતા. જાે કે, પાકિસ્તાન સાથે નિકટતા બતાવવા જતાં ઘર આંગણે બોયકોટ ટ્રેન્ડનો ભોગ બનવાની બીક તેમને સતાવી રહી છે. જેના કારણે પાકિસ્તાની કલાકારોનો પ્રવેશ અટક્યો છે. બોલિવૂડમાં હવે બાંગ્લાદેશી સ્ટારનું આગમન થઈ રહ્યું છે. ભારત અને બાંગ્લાદેશમાં મોટાપાયે આ ફિલ્મની રિલીઝ કરવાનું આયોજન છે. શાકિબ ખાન અમેરિકા સહિતના દેશોમાં મોટો ફેનબેઝ ધરાવે છે, જેથી બોલિવૂડ અને બાંગ્લાદેશનું આ કોમ્બિનેશન ફિલ્મને સારો બિઝનેસ અપાવી શકે છે.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *