તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા
મહુધામાં ગોધરશાહ વલી ઉર્ફે જાહેરાપીર (ર.અ) નાં બાવા સાહેબનાં ઉર્ષની ઉજવણી કરવામાં આવી.
મહુધા નગરના ફિણાવ ભાગોળ વિસ્તારમાં આવેલ ગોધરશાહ વલી ઉર્ફે જાહેરાપીર (ર.અ) બાવા સાહેબનો ઉર્ષ મુબારક ની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ ઉર્ષના પર્વ નિમિત્તે મુસ્લિમ બિરાદરો દ્વારા સદલ શરીફ અને ફુલની ચાદર ચઢાવવામાં આવી હતી. તેમજ સદલ શરીફ નિમિત્તે મહુધા નગરના જુદા જુદા વિસ્તારોમાંથી ઢોલ – નગારાં ની સાથે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો અને અકીકત મંદો જોડાયા હતા. જ્યારે ગોધરશાહ વલી ઉર્ફે જાહેરાપીર (ર.અ) દરગાહ પર સદલ શરીફ અને ફુલની ચાદર ચઢાવ્યા બાદ નિયાઝ વહેંચવામાં આવી હતી. સાથોસાથ મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ પણ પોત પોતાની રીતે નિયાઝ વહેંચી હતી. જેમાં નિયાઝ વિતરણમાં ખીર, બુંદી, ખાજા, બિસ્કીટ તથા જલેબી વહેંચી હતી.
ગોધરશાહ વલી ઉર્ફે જાહેરાપીર (ર.અ) બાવા સાહેબનો (સદલ શરીફ ) નાં ઉર્ષ પ્રસંગે સૈયદ મુખ્તીયાર અલી બાપુ તથા સૈયદ પરિવાર અને હૈદરે કરાર યંગ સર્કલ (HYC) નાં સભ્યો તેમજ દરગાહ કમિટી નાં પ્રમુખ ખીજજર ખાન પઠાણ તથા યાસિન ખાન પઠાણ સહિત દરગાહ કમિટીના સભ્યો હાજર રહી સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમજ દરગાહ પર આવનાર મુસ્લિમ બિરાદરો અને અકીકત મંદો એ તમામ લોકો માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ તથા એક બીજામાં ભાઈચારો બની રહે તેવી દુઆ કરવામાં આવી હતી.

