પોલીસ કર્મીઓ વિસર્જન યાત્રામાં આવતા રૂટ પર સેફ્ટી વિના વાયરો હટાવવાના કામ કરતા અનેક સવાલ ઉભા થયા
ગણેશ વિસર્જનને લઈને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં ગણેશ વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ આજે મહિધરપુરા વિસ્તારમાં વિસર્જન યાત્રાના રોડ પર આવતા વીજ વાયરો મનપાના કર્મચારીઓ નહીં પરંતુ પોલીસના કર્મચારીઓ હટાવતા જાેવા મળ્યા હતા. કોઈ પણ જાતની સેફટી વિના પોલીસ કર્મીઓ વિસર્જન યાત્રામાં આવતા રૂટ પર વાયરો હટાવી રહ્યા હતા.
જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે જે કામ મનપાના કર્મચારીઓનું છે તે કામ પોલીસ કર્મીઓ કરતા જાેવા મળ્યા હતા. હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ગણેશ વિસર્જનને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વિસર્જનને લઈને સુરતમાં તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૨૦ જેટલા કૃત્રિમ તળાવ પણ બનાવવામાં આવ્યા છે.
સુરત શહેરમાં નીકળતી વિસર્જન યાત્રાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ પણ હવે શરૂ કરવામાં આવી છે. દરેક સરકારી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પોતાની ફરજ મુજબની કામગીરીઓમાં જાેડાઈ ગયા છે, પરંતુ આજે મહિધરપુરા વિસ્તારમાં કંઈક અલગ જ જાેવા મળ્યું હતું. અહીં મનપાના અધિકારીઓના સ્થાને સુરતના ભાગળ વિસ્તાર કે જ્યાંથી મોટી સંખ્યામાં વિસર્જન યાત્રા નીકળે છે ત્યાં આજે ઓવરટેક કેબલ હટાવવાનું કે જેનું કામ સુરત મહાનગરપાલિકાનું આવે છે તે કામ પોલીસના કર્મચારીઓ કરતાં જાેવા મળ્યા હતા એક તરફ આજે સુરત શહેરમાં વરસાદી માહોલ છે તો બીજી તરફ પોલીસ કર્મચારીઓ કોઈપણ જાતની સેફટી વિના વાયરો ખેંચતા નજરે ચડ્યા હતા ત્યારે મોટો સવાલ એ થાય છે કે જાે કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ બીજી વાત એ છે કે જે કામ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓનું છે તે કામ હાલમાં સુરત પોલીસના જવાનો કરી રહ્યા છે.
