આગામી તા.14 ઓગસ્ટના રોજ ધ્રોલ નગરપાલિકા વિસ્તારમાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમની
ઉજવણી થવાની છે.જે કાર્યક્રમ પૂર્વે જ નગરજનોમાં અનેરા ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.સમગ્ર ધ્રોલ શહેર જાણે રાષ્ટ્ર
ભક્તિના રંગે રંગાયું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે.કાર્યક્રમ પૂર્વે ધ્રોલના શહેરીજનો દ્વારા હર્ષોલ્લાસ સાથે શહેરના
તમામ વોર્ડને આવરી લેતી કળશ યાત્રા તથા તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું જેમાં અબાલ વૃદ્ધ સૌ ઉત્સાહભેર સહભાગી
થયાં હતાં.શાળાના વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે યોજેલ રેલી સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બની હતી.જ્યારે સૌ
શહેરીજનોએ કુમકુમ અને પુષ્પોથી શણગારેલ કળશ સાથેની યાત્રામાં સહભાગી થઈ પોતાની રાષ્ટ્રભાવના વ્યક્ત કરી હતી.


