જૂનાગઢ જિલ્લામાં ૩૩૨૮૫ લાભાર્થીઓને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત માસિક ૧૨૫૦ની સહાય દર માસે ડીબીટી મારફતે એકાઉન્ટ બેઈઝડ પદ્ધતિથી સહાય હાલમાં ચૂકવવામાં આવી રહી છે. આધાર બેઈઝડ પેમેન્ટ પદ્ધતિથી સહાય ચુકવણી માટે દરેક લાભાર્થીના મોબાઈલ નંબર અને આધાર નંબર ફરજિયાત છે. જેથી આગામી સમયમાં સહાય મેળવવામાં મુશ્કેલી ના પડે તે હેતુથી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો લાભ લઈ રહેલ બાકી લાભાર્થીઓએ પોતાના તાલુકાની મામલતદાર કચેરી ખાતે દિન-૭માં આધારકાર્ડ અને મોબાઈલ નંબર અપડેટ કરાવી લેવાના રહેશે. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
