જૂનાગઢ જિલ્લામાં આવતીકાલ તા.૨-૮-૨૦૨૩ના રોજ નારી વંદન ઉત્સવના બીજા દિવસે બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવશે.
મેંદરડાના સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૯ કલાકે બેટી બચાવો, બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં બેટી બચાવો, બેટી પઢાવો યોજનાનાં જુદા જુદા આયામો વિશે જાણકારી આપવામાં આવશે.
