Gujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા મોટું કોમ્બિંગ હાથ ધરાયું

ભરૂચ
તહેવારોની સીઝન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ભરૂચ જિલ્લા પોલીસે મંગળવારે રાતે કોમ્બિંગનું આયોજન કર્યું હતું. આ કોમ્બિંગમાં ૩૦ અધિકારીઓ સાથે ૧૫૦ થી વધુ પોલીસકર્મીઓએ ભરૂચ શહેર, દહેજ તથા અંકલેશ્વરને ધમરોળી ૬૯૦ જેટલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તરફથી મળેલી સૂચનાના આધારે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલએ આગામી તહેવારોને ધ્યાને લઇ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને હંતિમય વાતાવરણમાં તહેવારોની ઉજવણી થાય તે ઉદ્દેશ્યથી અગમચેતીના ભાગરૂપે નાયબ પોલીસ અધિક્ષકના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ સી ડીવીઝન પો.સ્ટે. વિસ્તાર, દહેજ પો.સ્ટે. વિસ્તાર તેમજ અંકલેશ્વર શહેર વિસ્તારમાં મંગળવારે રાતે કોમ્બિંગ આયોજન કરાવ્યું હતું. આ કોમ્બીંગમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગૃપ, પેરોલ ફર્લો સ્કોડ, ક્યુ.આર.ટી, બોમ્બ સ્કોડ અને સ્થાનિક પોલીસ સહિતની ટીમ જાેડાઈ હતી. ભરૂચ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનની ટીમોની મદદ સાથે ૩૦ થી વધુ પોલીસ અધિકારીઓએ આ વિસ્તારોને ધમરોળ્યા હતા.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *