ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ દ્રારા ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ સહિત કુલ ૩.૨,૩૨,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો
મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી રાહે, ભરતભાઇ છગનભાઇ કનક રહે.બહારપરા, બંદર રોડ, મહુવા જી. ભાવનગરવાળો પોતાની મહિન્દ્રા લોગાન ફોર વ્હીલ કાર ઇગ્લીશ દારૂ ભરીને વિકટર ચોકડીથી મહુવા તરફ જતા. જે માહિતી આધારે વોચમાં રહેતાં ભરતભાઇ છગનભાઇ કનક ને ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ, મહિન્દ્રા લોગન કાર સહિત કુલ ૩.૨,૩૨,૪૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. તેના વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી,
રિપોર્ટ. દાદુ આહીર


