બોડેલી તાલુકાના બગલીયા ગામ પાસે હેરણ નદીમાં અચાનક પાણી આવી જતા મંદિરે દર્શન કરી પરત આવતા ભક્તો પાણીના પ્રવાહમાં અટવાયા હતા
બોડેલી માંથી પસાર થતી હેરણ નદીમાં અચાનક પાણી આવતા બાઈક લઈને મંદિરે દર્શન કરીને પરત આવતા ભક્તો અટવાયા હતા અને ત્યારબાદ એકબીજાની મદદ થી એમ કેમ તેઓ કિનારે પહોંચ્યા હતા અચાનક નદીમાં પાણી આવતા બાઈક ચાલકોનો જીવ પડીકે બંધાયો હતો
ઉપરવાસમાં પડી રહેલા વરસાદને લઈને બોડેલી તાલુકા માંથી પસાર થતી હેરણ નદીમાં પાણી આવતા બાઈક ચાલકો પાણીના પ્રવાહમાં માંથી બાઇકો હેમખેમ બહાર કાઢી હતી અને અન્ય યુવાનો પણ બાઈક ચાલુ કરના મદદમાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં અને છોટાઉદેપુર તાલુકામાં પડી રહેલા વરસાદને લઈને ઓરસંગ નદી અને હેરાન નદીમાં સીઝનમાં પ્રથમ વખત નવા નીર આવ્યા છે
આજે વહેલી સવારે જ છોટાઉદેપુર તાલુકામાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો
ઉપરવાસમાં અને છોટાઉદેપુર તાલુકામાં પડીને રહેલા વરસાદને લઈને બોડેલી માંથી પસાર થતી હેરણ નદીમાં આવ્યા નવા નીર આવ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


