લ્યો બોલો જિલ્લા પંચાયતના સદસ્યનો પણ ફોન પી.જી.વી.સી.એલ.ના કર્મચારી ઉપાડાતા નથી…
બોટાદ જિલ્લા પંચાયતની રાણપુર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય કેશુભાઈ પંચાળાએ પોતાના મત વિસ્તારમાં તેમજ રાણપુર તાલુકાના તમામ ખેડુતોને વીજળી ને લઈને પડતી મુશ્કેલી મામલે રાજ્યના મુખ્યમંત્રી અને ઉર્જા મંત્રી ને પત્ર લખીને ફરીયાદ કરવામા આવી છે.રાણપુર પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝન દ્વારા ના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવે છે તેમજ ખેડુતોને અનિયમિત વીજળી આપે છે. વરસાદના બે છાંટા પડે એટલે પાવર બંધ કરી દેવામા આવે છે. કુદરતી વરસાદ રોકાયા બાદ પણ બે ત્રણ દિવસે પાવર આપવામા આવે છે. હાલ ઘણા ખેડુતો વાડીએ રહેતા હોઇ વાતાવરણમાં મરછર તથા જીવડાઓનો ત્રાસ હોય, ચોમાસામા સાપની હેરાફેરી રહેતી હોય પાવરની જરૂરિયાત અનિવાર્ય છે. અને તેથી પાવર સમસ્યા માટે ખેડુતો પી.જી.વી.સી.એલ. કચેરીના નંબર પર ફોન કરે તો ફોન રીસીવ કરતા નથી અને જિલ્લા પંચાયતના સદસ્યએ પોતે ખેડુતોની સમસ્યા માટે અનેકવાર ફોન કરવામા આવેલ પરંતુ રાણપુર પી.જી.વી.સી.એલ. ઓફિસના કર્મચારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ટેલીફોન ઉપાડાતા નથી જેના કારણે હાલ વિજળી ને લઈને ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી તાત્કાલિક આ પ્રશ્ન હલ કરવા રાણપુર ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય કેશુભાઈ પંચાળાએ મુખ્યમંત્રીને પત્ર લખીને ફરીયાદ કરી છે ત્યારે જોવાનુ રહ્યું કે હવે મુખ્યમંત્રી શું રાણપુરના ખેડુતોને પડતી મુશ્કેલીઓ દૂર કરશે કે નહીં તે તો જોવાનુ રહ્યું.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


