લીલીયા ચેમ્બરના પ્રમુખ તથા ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના ઉપપ્રમુખ પરીનભાઈ રાજપુરા નું ભવ્ય સન્માન યોજાયુ.
શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટર ની મીટીંગ લીલીયા ના નીલકંઠ મહાદેવ મંદિર ના સાનિધ્યમાં મંડળીના સ્થાપક ચેરમેન શ્રી રશ્વિનભાઈ ડોડીયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ અને આ સાથે લીલીયા શાખાના એમડી પરીનભાઈ રાજપુરા લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચૂંટાતા તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના ઉપપ્રમુખ તરીકે વરણી કરાતા તેઓનું મંડળી દ્વારા ભવ્ય સન્માન સમારો યોજાયેલ.
આ બોર્ડ ઓફ ડિરેક્ટર ની મીટીંગ માં આવક જાવક ના હિસાબો રજૂ કરાયેલ.જેમાં સભાસદોની આવેલ લોન માગણીઓ મંજૂર કરાયેલ તેમજ બાજપાઈ સહાય નિધિ સહિતની યોજના ના લાભો આપવામાં આવેલ તેમજ વડોદરા મુકામે નવી શાખા ખુલવા જઈ રહી છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ મિટિંગમાં શાખાઓના એમડી શ્રીઓ મહેશભાઈ વ્યાસ, અશ્વિનભાઈ પેથાણી, હરિભાઈ ભટ્ટી, કેતનભાઇ ધકાણ, તનસુખભાઈ ઠાકર, પરીનભાઈ રાજપુરા, અરવિંદભાઈ નાગ્રેચા, સહિતના ડિરેક્ટર શ્રી ઓ તથા શાખાઓના એડવાઈઝરી બોર્ડ મેમ્બરો ઉપસ્થિત રહેલ.
આ સાથે લીલીયા ના વેપારી અગ્રણી અને સામાજિક ક્ષેત્રે જેમનું મોટું યોગદાન છે તેવા મંડળીની લીલીયા શાખાના એમડી પરીનભાઈ રાજપુરા લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ ડીસ્ટ્રીક ચેમ્બર્સ ના ઉપપ્રમુખ તરીકે વરણી કરાતા તેઓનો સન્માન સમારોહ યોજાયેલ. આ સન્માન સમારોહમાં લીલીયા ના સરપંચ શ્રી જીવનભાઈ વોરા, હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી, મહેન્દ્રસિંહ સરવૈયા, ખોડાભાઈ માલવીયા, વિઠ્ઠલભાઈ વંડરા, રસિકભાઈ વંડરા, જયેશભાઈ ઉનડકટ, ઘનશ્યામભાઈ બારૈયા, જયેશ જોબનપુત્રા, જયેશભાઈ મહેતા, હરિભાઈ ધોરાજીયા, કિશોરભાઈ પાઠક, કાળુભાઈ વાળા,લીલીયા શાખા સેક્રેટરી ધર્મેશ ગાયજન સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન એમડી શ્રી નિતેશ ડોડીયા એ કરેલ જ્યારે આભાર દર્શન જનરલ મેનેજર ડી.જી. મહેતાએ કરેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


