Gujarat

બોડેલી માય  શાનેન્ સ્કૂલ માં સ્કૂલમાં “ ગ્રાન્ડ પેરેન્ટસ ડે”  “દાદા દાદી દિવસ” ની ઉજવણી કરવામાં આવી 

આજ રોજ તારીખ ૮ ઓગષ્ટ, ૨૦૨૩ ને મંગળવારના દિવસે જે.સી.ટી ગૃપ દ્વારા સંચાલિત  માય  શાનેન્ સ્કૂલ,બોડેલી માં ચાલતી અપોલો પ્રી સ્કૂલમાં “ ગ્રાન્ડ પેરેન્ટસ ડે”  “દાદા દાદી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અપોલો  પ્રી સ્કૂલના હેડ વૈદેહીબેન શાહ તથા બને માધ્યમના આચાર્ય હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દાદા- દાદી પાસે દિપ પ્રાગટ્ય કરાવીને કરી હતી. ત્યારબાદ બાળકો પાસે દાદા- દાદીને કંકુ ચોખાથી પૂજન કરી તેમને કાર્ડ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બાળકો એ તેમના દાદા- દાદી માટે અભિનય ગીત  પ્રસ્તુત કર્યુ હતુ. ત્યારબા દાદા- દાદી અને બાળકો સાથે અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી. તેમા વિજેતા થયેલ દાદા- દાદીને મેડલ પહેરાવીને સમ્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રામમાં બાળકો એ તેમના દાદા-દાદી સાથે કાર્યક્રમ ને ખૂબજ ઉત્સાહભેર ઉજવ્યો હતો

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230808-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *