આજ રોજ તારીખ ૮ ઓગષ્ટ, ૨૦૨૩ ને મંગળવારના દિવસે જે.સી.ટી ગૃપ દ્વારા સંચાલિત માય શાનેન્ સ્કૂલ,બોડેલી માં ચાલતી અપોલો પ્રી સ્કૂલમાં “ ગ્રાન્ડ પેરેન્ટસ ડે” “દાદા દાદી દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અપોલો પ્રી સ્કૂલના હેડ વૈદેહીબેન શાહ તથા બને માધ્યમના આચાર્ય હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત દાદા- દાદી પાસે દિપ પ્રાગટ્ય કરાવીને કરી હતી. ત્યારબાદ બાળકો પાસે દાદા- દાદીને કંકુ ચોખાથી પૂજન કરી તેમને કાર્ડ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. બાળકો એ તેમના દાદા- દાદી માટે અભિનય ગીત પ્રસ્તુત કર્યુ હતુ. ત્યારબા દાદા- દાદી અને બાળકો સાથે અલગ અલગ રમતો રમાડવામાં આવી હતી. તેમા વિજેતા થયેલ દાદા- દાદીને મેડલ પહેરાવીને સમ્માનીત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રામમાં બાળકો એ તેમના દાદા-દાદી સાથે કાર્યક્રમ ને ખૂબજ ઉત્સાહભેર ઉજવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


