Gujarat

બોડેલી કુમાર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી

આજરોજ બોડેલી કુમાર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી તેમાં બોડેલી પંચાયત સભ્ય  અનવર ભાઈ મન્સૂરી,  આકાશભાઈ ઠક્કર, સોની પાર્થ કુમાર, તમામ એસએમસી સભ્યો, ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું શાળાના બાળકોએ મનુષ્ય તુ બડા મહાન ગૌરવ ગીત રજૂ કર્યું ત્યારબાદ બાલવાટિકા ના છ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો ત્યાર પછી ધોરણ એક ના બે બાળકો ને પ્રવેશ આપવામાં આવ્યો પ્રવેશપાત્ર બાળકોનું કુમકુમ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું ધોરણ ત્રણ થી આઠ તેજસ્વી બાળકોનું નોટ પેન આપી સન્માન કરવામાં આવ્યું તેમજ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ત્રણ બાળકોને સન્માન પત્ર આપવામાં આવ્યા ત્યારબાદ શાળાને દાન આપનાર દાતાશ્રીઓ નું સન્માન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું શાળા ના આચાર્ય કપિલાબેન ને પ્રવેશોત્સવ નિમિત્તે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું શાળામાં પ્રવેશ લીધા પછી સો એ સો ટકા બાળકો શાળામાં હાજર રહે ત્યારે સાચા અર્થમાં પ્રવેશોત્સવ કહેવાય અંતમાં શાળાના શિક્ષક  અલ્પેશભાઈએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતા બોડેલી કુમાર શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230613-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *