Gujarat

જેતપુરની ભાદર નદીમાં તણાયેલા ત્રણ શ્રમીકોનાં મૃતદેહ મળ્યા : એક હજુ લાપતા  

હરેશ ભાલિયા – જેતપુર
પેટા
તરવડી, કુતિયાણા, ધોરાજી નજીક પાણીમાંથી ત્રણ દિવસની શોધખોળમાં મૃતદેહો મળ્યા : હજુ એકની શોધખોળ
જેતપુરની ભાદર નદીમાંથી ત્રણ દિવસ પહેલા તણાયેલા શ્રમીકોની શોધખોળમાં ત્રીજા દિવસે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. જોકે આ મૃતદેહો અગાઉ તણાયેલા શ્રમીકોના છે કે અન્ય તે માટે ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે.
જેતપુર પાસેની ભાદર નદીમાં ત્રણ દિવસ પહેલા માછીમારીમાં ગયેલા પાંચ શ્રમીકો એકાએક આવેલા પુરમાં તણાતા એક શ્રમીક મીત જાત મહેનતથી કાંઠે આવી જતા બચી ગયેલ જયારે ચાર શ્રમીકો લાપતા થયા હતા. જેતપુર અને ગોંડલ તાલુકામાં મામલતદારની દેખરેખ હેઠળ એનડીઆરએફની ટીમો, તેમજ એસડીઆરએફની ટીમો ગોંડલ, જેતપુર ફાયરની ટીમો, ડિઝાસ્ટર તંત્રના તરવૈયાની શોધખોળ દરમ્યાન ત્રણ મૃતદેહો મળી આવ્યા છે. આ મૃતદેહો તણાયેલા શ્રમીકોનાં હોવાનું અનુમાન છે મૃતદેહોની ઓળખ મેળવવા તજવીજ ચાલી રહી છે.
એનડીઆરએફની ટીમો સહિતની ટીમોએ ગોંડલના ભુખી ભાદર ડેમ પાસેથી એક મૃતદેહ, તરવડી પાસેથી એક મૃતદેહ અને કુતિયાણા પાસેથી એક મૃતદેહ મળી ત્રણ મૃતદેહો પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ પહોંચાડી મૃતદેહોની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે. હજુ એક લાપતા શ્રમીકની શોધખોળ ચાલી રહી છે. એસડીઆરએફના પીએસઆઈ બી. કે. રાઠવા(ઘંટેશ્વર-રાજકોટ)એ સમય મીરરને જણાવ્યું હતું કે, આજે સવારથી તેઓની એસ ડી આર એફ ટીમના, વિનુભાઈ ઉંબલ, શક્તિસિંહ વાળા, હરેન્દ્રસિંહ જાડેજા, રાજેશભાઈ બગડા,
નિલરાજસિહ ગોહીલ 20 સભ્યોની ટીમ ઉપરાંત એનડીઆરએફની ટીમો ભાદર નદીને સલગ્ન નદી નાળા, ફંફોસ્યા હતા અને જુદી જુદી જગ્યાએથી 3 શ્રમિકોના મૃતદેહો મળ્યા છે. હજુ એક લાપતા છે. આ શ્રમિકો પરપ્રાંતીય લાગે છે. ત્રણેક દિવસ પહેલા જેતપુરની ભદાર નદીમાં જ તણાયેલા છે કે અન્ય તે બાબતે વાલી વરસોની શોધખોળ આદરાઈ છે.

IMG_20230721_173021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *