મહિલાઓ માટે હંમેશા કાર્યરત 181 મહિલા હેલ્પલાઇનમા બોટાદના ગઢડા તાલુકાના એક ગામમાંથી મહિલાએ 181 માં કોલ કરી મદદ માગતા અભયમ ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન સોનગરા માયાબેન તેમજ પાયલોટ જમોડ હરેશભાઈ સહિતની ટીમ મહિલાની મદદ માટે દોડી ગયા હતા. કાઉન્સેલરે મદદની પુરી ખાતરી આપતા મહિલાએ જણાવ્યું હતું કે પોતે લવ મેરેજ કરેલા છે અને ત્રણ વર્ષ જેટલો સમય ગાળો થયો છે પરંતુ મહિલાને સંતાન નં થતું હોય તેથી મહિલાને તેમના સાસુ અને નણંદ વાંજણી છો તેમ મેણાં-ટોણા મારે છે અને વાંઝણીના હાથનું હું ન જમું તેમ કહી મહિલાના સાસુ અલગથી જમવાનું બનાવે છે અને મારા દીકરા થી દૂર રહે છે તેમ કહી ઝઘડો કરે છે મહિલાના પતિને પણ મહિલા પાસે જવાની ના પાડતા અને મહિલાના પતિ અવારનવાર મહિલા સાથે ઝઘડો કરી અને મારજુડ કરે છે પતિ બીજાની ગાડીમાં ડ્રાઇવર તરીકેની નોકરી કરે છે અને રોજનું ₹300 જેટલું કમાય છે પણ ઘરે એક પણ રૂપિયો આપતા નથી અને રોજની આવક વેડફી નાખે છે જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે અને મહિલા છો પોતે કામ કરવા જવાનું કહે તો મહિલાના પતિ અને સાસુ ચારિત્ર ઉપર શંકા કરી હેરાન કરે છે અભયમની ટીમને પતિ અને સાસુનો અસરકારક કાઉન્સિલિંગ કરી પરિવારની જવાબદારીઓનું ભાન કરાવ્યું અને સાસુને પણ સમજાવેલ કે વહુ ને દીકરી સમાન રાખે ત્યારબાદ સાસુએ જણાવેલ કે હવે તેઓ મહિલાને સારી રીતે રાખશે અને પતિએ જણાવેલ કે મહિલાની જરૂરિયાતો પૂરી કરશે તેમજ સંતાન નથી થતા એ બાબતે મેણાં નહી મારે અને ગાયનેક ડોકટર ની પાસે જઈ ને દવા કરશે આમ પણ પારિવારિક ઝઘડા નું સખત સમાધાન કરાવતા પરણીતા એ અભયમ ટીમનો આભાર માન્યો હતો…
રિપોર્ટરઃવિપુલ લુહાર,રાણપુર


