મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય )છેડતી, બિનજરૂરી કોલ મેસેજ દ્વારા હેરાનગતિ થતી હોય તો ગુજરાત સરકારશ્રીની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મદદ માટે ૨૪ કલાક કાર્યરત છે ત્યારે રાણપુર તાલુકાના એક ગામમાંથી ફોન આવેલ કે તેમના પતિએ ઘરેથી કાઢી મુકેલ છે અને રાખવાની ના પાડે તો મદદ ની જરૂર છે તેની જાણ ૧૮૧ ટીમને થતા કાઉન્સેલર પરમાર જલ્પાબેન, કોન્સ્ટેબલ ચુડાસમા ઉર્વશીબેન તથા પાયલોટ ઝાલા કુલદીપભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગયેલ ત્યારબાદ પીડિત મહિલા સાથે વાતચીત કરવામાં આવેલ તો ફરિયાદ માં જણાવેલ કે તેમને ૩ મહિના પહેલા તેના પતિ એ ગણેશ ચતુર્થી કરવા પિયરમાં જવા દેવાની ના પડતા ઝગડો થયેલ અને મારપીટ કરેલ તેથી પીડિતાને ગુસ્સો આવતા પોતે આત્મહત્યા નો પ્રયાસ કરેલ અને તેની જાણ પતિને થતા તેઓ સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લય ગયેલ વધારે પડતા દાજી ગયેલ હોવાથી એડમિટ કરેલ તો પીડિતાના પતિ દવાખાનાનો ખર્ચ પણ નોતા આપતા અને દવાખાને પણ રહેતા ન હતા હાલ ૧૮ દિવસથી હોસ્પિટલથી રાજા આપી દીધેલ અને ત્યારથી પિયરમાં જ રહે છે પીડિતાએ તેમના પતિને લય જવા કોલ કરેલ પરંતુ તેમના પતિ તેડવાં આવતા નથી અને ફોન પણ નથી ઉપાડતા આજ રોજ પીડિતા તેમના સાસરીમાં આવેલ તો તેમના પતિએ ઘરેથી કાઢી મુકેલ અને રાખવાની ના પડેલ તેથી પીડિતાએ મદદ માટે ૧૮૧ ટીમ બોલાવેલ ૧૮૧ ની ટીમે પીડિતાના પતિ અને સાસુ સસરા સાથે વાતચીત કરેલ અને સમજવાના પ્રયત્ન કરેલ આપેલ પીડિતાના પતિને જવાબદારી લેવા જણાવેલ અને પીડિતાના પતિ હાલ પત્નીની જબાબદારી લેવા તૈયાર થયેલ અને ટાઈમ સર દવાખાને લય જશે.પરંતુ હાલ પીડિતા કઈ કામકાજ કરી શકે તેવી હાલતમાં ન હોય તેથી પતિ એ જણાવેલ કે થોડા દિવસ પિયરમાં રહે સારુ થઈ જાય પછી લઈ આવશે ત્યારબાદ યોગ્ય સલાહ સૂચન અને માર્ગદર્શન આપેલ પીડિતા હાલ આગળ પોલીસ ફરિયાદ કરવા માંગતા નં હોય તેથી સ્થળ પર સમાધાન કરી અને નિરાકરણ લાવેલ અને ભવિષ્યમાં ફરીવાર ઝગડા ન થાય તે માટે પીડિતાને બોટાદમાં મહિલા પોલીસ સ્ટેશન સ્થિત ચાલતા મહિલા સહાયતા કેદ્ર ખાતે લાંબા ગળાના કાઉન્સેલિંગ માટે લય જવામાં આવેલ અને આગળની કાર્યવાહી બોટાદ મહિલા સહાયતા કેદ્ર દ્વારા હાથ ધરેલ…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ