Gujarat

બોટાદ :“નારી વંદન ઉત્સવ-૨૦૨૩” બોટાદ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાનાં અધ્યક્ષસ્થાને “મહિલા સુરક્ષા દિવસ કાર્યક્રમ” યોજાયો

ગુજરાત પોલીસ હરહંમેશ મહિલાઓની સેવા,સુરક્ષા અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે: કે.એફ.બળોલીયા
         જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાનાં અધ્યક્ષસ્થાને “નારી વંદન ઉત્સવ-૨૦૨૩”ની ઉજવણીના ભાગરૂપે કવિશ્રી બોટાદકર કોલેજ ખાતે “મહિલા સુરક્ષા દિવસ” કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયાએ ગુજરાત પોલીસ હરહંમેશ મહિલાઓની સેવા,સુરક્ષા અને શાંતિ માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવી મહિલાઓને કાયદાકીય સમજ પૂરી પાડવાની સાથે સાયબર ગુનાઓ અને SHE ટીમની કામગીરી અંગે પણ જાણકારી આપી દીકરીઓને માર્ગદર્શિત કરી હતી.
આ પ્રસંગે કવિશ્રી બોટાદકર કોલેજના પ્રિન્સીપાલ અનિરૂદ્ધસિંહ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, “મહિલાઓ ઘર આંગણે જ રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે માટે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે, મહિલાઓની સુરક્ષા માટે અભ્યમ ટીમ, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું.”
         કાર્યક્રમ દરમિયાન મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ. બી. જાડેજા દ્વારા મહિલાઓની સલામતી માટે સાયબર ક્રાઇમ અને સલામતી અંગે જાણકારી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં સેલ્ફ ડીફેન્સ નિદર્શન અને નાટક નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવેએ સૌને આવકારી ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, સખી વન સ્ટોપ સેન્ટર યોજના સહિત મહિલા કલ્યાણલક્ષી માળખાની સમજ તેમજ ઘરેલું હિંસા અધિનિમય-૨૦૦૫ અંગે મહિલાઓને માહિતગાર કર્યાં હતાં.
કાર્યક્રમમાં સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મીઓ, શી-ટીમના સભ્યો સહિત વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
  તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230802-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *