Gujarat

અમરેલી તાલુકા પો.સ્ટે. વિસ્તારના નાના માચીયાળા થી વરસડા જતા રોડેથી ભારતીય બનાવટી વિદેશી દારૂની બોટલો નંગ-૧૫૨ કિ.રૂ. ૪૬,૧૧૨/- તથા ઇનોવા ફોરવ્હીલ ગાડી તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૩,૫૯,૧૧૨/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી અમરેલી તાલુકા પોલીસ ટીમ.

શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક સાહેબ, ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક  અમરેલી દ્વારા દારૂ તથા જુગારની ગેરકાયદેસર થતી પ્રવ્રુતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બદ્દી દુર કરવા આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન નાઓએ ખાનગી રાહે હકીકત આધારે અમરેલી તાલુકાના નાના માચીયાળા થી વરસડા જતા રોડે ટોયોટા કંપનીની ઇનોવા ફોરવ્હીલ ગાડી નંબર GJ-19-AF-4233 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટના વિદેશી દારૂની (૧) મેકડોવેલ્સ નંબર – ૧, કલેકશન વ્હીસ્કી ઓરીઝનલની ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ -૯૬ જેની કિ.રૂ. ૨૭,૭૪૪ /- (૨) ઓલ સીઝન ગોલ્ડન કલેક્શન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગ પેક કાચની બોટલો નંગ – ૫૬ જેની કિ.રૂ. ૧૮,૩૬૮ /- તથા મોબાઇલ ફોન મળી કુલ કિ.રૂ.૩,૫૬,૧૧૨/- ના પ્રોહિ મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડી મારા જ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ, IPC એક્ટ તેમજ M.V એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહિ કરવામાં આવેલ છે.
પક્ડાયેલ આરોપીઓની વિગત
(૧) રવિરાજભાઇ અમરૂભાઇ વાળા
(૨) વનરાજભાઇ ભાભલુભાઇ વાળા
પકડવાના બાકી આરોપીઓની વિગત
(૧) હરપાલભાઇ સોમાભાઇ ધાંધલ
(૨) શિવરાજભાઇ કનુભાઇ ધાખડા
(૩) નરેશભાઇ ખુમાણ
આરોપી વીરાજભાઇ અમરભાઇ વાળાનો નાહિત ઇતિાસની વિગત
(૧) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૪/૨૦૧૬ પ્રોહી કલમ-૬૬(૧)(બી), ૮૫(૧)(૩) (૨) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૨૪/૨૦૧૬પ્રોહી કલમ-૬૫(એ)(ઇ), ૧૧૬(બી), (૩) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. પાર્ટ સી ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૨૨૦૧૦૪૮ પ્રોહી કલમ-૬૬(૧)(બી
સદરહુ કામગીરી શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ, શ્રી ગૌરવ અગ્રવાલ, પ્રોબેશનર આઇ.પી.એસ.અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન નાઓએ અમરેલી પોલીસ ટીમ સાથે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક અમરેલી વિભાગ, અમરેલી નાઓ સાથે સંકલનમાં રહી કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230701-WA0036.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *