દ્વારકા
જગતમંદિર દ્વારકા મંદિરને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાના ર્નિણયને લઈને બ્રહ્મ સમાજે કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવી છે. વિગતો મુજબ સમાજને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો ર્નિણય લેવાતા નોટિસ પાઠવી હોવાનું સામે આવ્યું છે. દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઈ વિવાદ સામે આવ્યો છે. વિગતો મુજબ દ્વારકા મંદિરમાં ધ્વજા ચઢાવવાનો હક માત્ર ત્રિવેદી અબોટી પરિવાર પાસે છે. જાેકે તાજેતરમાં દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાને લઇ ર્નિણય લેવાતા હવે વિવાદ થયો છે. જેમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજાનો ર્નિણય લેવાતા ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી છે. ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજ દ્વારા દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધજાના ર્નિણયને લઈ કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવવામાં આવી છે. જેમાં સમાજને વિશ્વાસમાં લીધા વગર જ ર્નિણય લેવાયો હોવાનું સામે આવ્યું છે. જેથી ત્રિવેદી અબોટી બ્રહ્મ સમાજે નોટિસ પાઠવી ત્રણ દિવસમાં ખુલાસાઓ આપવાની તાકીદ કરી છે.
