નવીદિલ્હી
આયર્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. જસપ્રીત બુમરાહ ઈજા બાદ સીધા ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. આ પ્રવાસ માટે ઈન્ડિયન પ્રીમિયર લીગ અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ધૂમ મચાવનારા વિસ્ફોટક ખેલાડીઓને ટીમમાં તક આપવામાં આવી છે. રિંકુ સિંહ અને જીતેશ શર્મા ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીના ફેવરિટ શિવમ દુબેએ પણ ટીમમાં જગ્યા બનાવી છે. આયર્લેન્ડ પ્રવાસ માટે ટીમ સિલેક્શનની સાથે જ ટીમ ઈન્ડિયાના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ઈજાના કારણે લાંબા સમયથી ટીમની બહાર રહેલા ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની વાપસી થઈ છે. ભારતીય ટીમને આવતા મહિને ત્રણ મેચની ્૨૦ શ્રેણી માટે આયર્લેન્ડની મુલાકાત લેવાની છે. આ ત્રણેય મેચ ડબલિનમાં ૧૮ થી ૨૩ ઓગસ્ટ દરમિયાન રમાશે. પ્રથમ મેચ ૧૮ ઓગસ્ટે રમાવાની છે. બીજી મેચ ૨૦ ઓગસ્ટે રમાશે જ્યારે છેલ્લી ્૨૦ મેચ ૨૩ ઓગસ્ટે રમાશે. ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપ પહેલા બધાની નજર બુમરાહ પર છે. તે આયર્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે. આ પ્રવાસ માટે ટીમની કમાન તેમના હાથમાં આપવામાં આવી છે. ટીમ કઈક આ પ્રકારે છે જેમાં જસપ્રીત બુમરાહ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટમેન), જીતેશ શર્મા (વિકેટમેન), શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, પ્રખ્યાત કૃષ્ણા, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, અવેશ ખાન


