Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, અનેક મુદ્દાઓ પર ચર્ચા

ગાંધીનગર
રાજ્યમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક યોજાશે. સામાન્ય રીતે કેબિનેટની બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે. તો આજે બેઠકમાં રાજ્યમાં પડેલા ભારે વરસાદના પગલે જે પાકને નુકસાન થયું છે તે અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ ખરીફ પાકની નુકસાની અંગ પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ આગામી સમયમાં યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર પણ સમીક્ષા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે. તો ૧૫મી ઓગસ્ટની પણ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવશે. તો આ અગાઉ કેબિનેટ બેઠકમાં જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ બાદ ખેતીના પાકને થયેલા નુકશાન પર ચાલી રહેલી સર્વેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

File-02-Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *