Gujarat

કેબિનેટ મંત્રીશ્રી રાધવજીભાઈ પટેલે ઊંડ નદીના નવા નીરના વધામણા કર્યા

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલના હસ્તે જોડીયા તાલુકાના કુનડ ગામમાં આવેલી ઊંડ નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.
કૃષિમંત્રીશ્રી અને અન્ય અગ્રણીઓ દ્વારા ઊંડ નદીમાં શ્રીફળ અને ગુલાબના પુષ્પો પધરાવીને નવા જળનું પૂજન કરવામાં આવ્યું
હતું. જામનગર જિલ્લામાં ઊંડ નદી એ પેયજળનો મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાય છે. હાલમાં, ભારે વરસાદને પગલે જિલ્લામાં
મહત્વપૂર્ણ તમામ નદીઓ અને ડેમમાં પાણીનો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જોડીયા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ,
આજુબાજુના ગામમાંથી આવેલા આગેવાનશ્રીઓ અને બહોળી સંખ્યામાં કુનડ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા

-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *