રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ આવતીકાલે જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી આવતીકાલે તા.02 સપ્ટેમ્બરના રોજ સવારે 10:00
કલાકે ધ્રોલ લોહાણા મહાજન વાડી, જોડીયા રોડ ખાતે ધ્રોલ તાલુકા અને શહેરના કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર કીટ
વિતરણના કાર્યક્રમમાં હાજરી આપશે.
ત્યારબાદ તેઓશ્રી 11:30 કલાકે વોર્ડ નં.6, નીલકંઠ સોસાયટી ખાતે જામનગર મહાનગરપાલિકા સંચાલિત નવા સીટી બસ
રૂટના શુભારંભ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

