Gujarat

કેનેડાએ ટ્રાવેલ એડવાઈઝરી અપડેટ કરી, ભારતમાં કેનેડીયન લોકોને સાવચેત રહેવા જણાવ્યું

કેનેડા અને ભારત વચ્ચેનો વિવાદ અત્યારે અટકે તેમ લાગતું નથી. કેનેડાએ ભારતમાં તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં કેનેડાએ તેમને હાલની ઘટનાઓને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અને સાવચેતી રાખવા જણાવ્યું છે. મહત્વનું છે, ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની ૧૮ જૂને બ્રિટિશ કોલંબિયામાં હત્યા કરવામાં આવી હતી. આ પછી કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ હત્યા પાછળ ભારતીય જાસૂસોનો હાથ હોવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો, જેના પછી ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો.

તમને જણાવી દઈએ કે ભારતે વર્ષ ૨૦૨૦માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. જાે કે કેનેડાના ભારત પરના હત્યાના આરોપને ભારતે વાહિયાત અને ખોટા હોવાના ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે ભારતીય રાજદ્વારીની કેનેડામાંથી કાઢી નાખવાના બદલામાં કેનેડિયન રાજદ્વારીને ભારતમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. કેનેડાની સરકારે રવિવારે એક અપડેટમાં જણાવ્યું હતું કે કેનેડા અને ભારતમાં તાજેતરની ઘટનાઓના સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ કરવામાં આવી છે. મહેરબાની કરીને સાવચેત રહો અને સાવચેતી રાખો. ગ્લોબલ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ર્નિણય ભારતે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જાહેર કર્યા અને ગયા સપ્તાહના અંતમાં વિઝા સેવાઓ બંધ કર્યા લેવામાં આવ્યો છે.

કેનેડામાં વિપક્ષી નેતા પિયર પોઈલીવરે કેનેડાની સંસદમાં ભૂતપૂર્વ નાઝી સૈનિકનું સન્માન કરવા બદલ જસ્ટિન ટ્રૂડોની સખત નિંદા કરી છે. તેણે ટ્રૂડોને જાહેરમાં માફી માંગવા પણ કહ્યું છે. પિયરે આ મુદ્દો ઉઠાવ્યા બાદ કેનેડિયન સંસદના સ્પીકરે યહૂદીઓની માફી માંગવી પડી હતી. તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી કેનેડાની મુલાકાતે ગયા હતા. તેમની સાથે ૧૪મા વેફેન ગ્રેનેડિયર ડિવિઝનના ભૂતપૂર્વ નાઝી સૈનિક પણ હતા, જેઓ બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન લડ્યા હતા. જ્યારે ભૂતપૂર્વ સૈનિક ઝેલેન્સકી સાથે કેનેડિયન સંસદમાં પહોંચ્યો ત્યારે તેને સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું. પિયરે આ મુદ્દે જ ટ્રૂડોને ઘેરવાનું શરૂ કરી દીધું છે.

File-01-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *