Gujarat

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામે બીપરજોય વાવાજોડા ના તમામ અસરગ્રસ્તો ને કેસડ્રોલ ચુકવણી કરાય.  

કોટડાસાંગાણી તાલુકા ના વેરાવળ ગામ ખાતે બીપરજોય વાવાજોડા ના કારણે 3 થી 4 દિવસ પ્રાથમિક શાળાઓ મા આશરો અપાયો હતો. જેમાં આજરોજ તમામ આશ્રીતો ને કેશદ્રોલ રકમ પુખ્ત વ્યક્તિ 100 રૂપિયા સરકાર શ્રી દ્વારા મંજૂરી થયેલ છે. જેમાં વેરાવળ ગામને કુલ 67640/- રૂપિયા ની સૌથી મોટી રકમ મંજુર થતા 387 આશ્રીતો ને આ કેસડ્રોલ રકમ
મોડી સાંજ સુધી ચુકવણી કરેલ હતી.તલાટી કેમ મંત્રી સત્યમભાઈ દવે, તથા રેવન્યુ તલાટી મંત્રી હાર્દિકભાઈ વિસાવડિયા, વિસ્તરણ અધિકારી શરદભાઈ મહેતા,ગ્રામ પંચાયત સ્ટાફ, દ્વારા સરપંચ રવિરાજસિંહ જાડેજા સહીત ની હાજરી મા ચુકવણી કરવામાં આવેલ છે.જેમાં આ તકે મનસુખભાઈ ભાગવત,(પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન ) ધીરુભાઈ મકવાણા, પ્રવીણભાઈ સોયા.લક્ષ્મીબેન ચાવડા, અને મુનાભાઇ વોરા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત વેરાવળ-શાપર

1687012442325.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *