Gujarat

CBSEક્લસ્ટર એથ્લેટિક સ્પર્ધામાં નૈમિષારણ સ્કૂલની ટીમે જીત્યા ૩ સિલ્વર ૩ બ્રોન્ઝ મેડલો

ભાવનગર
ઝ્રમ્જીઈ બોર્ડ દ્વારા ઝ્રમ્જીઈ શાળાના વિદ્યાર્થી માટે વિવિધ રમતની સ્પર્ધા દર વર્ષે યોજાય છે. જેમાં ઝ્રમ્જીઈ ક્લસ્ટર ઠૈંૈંૈં એથ્લેટિક સ્પર્ધા અડાલજ ખાતે તાજેતરમાં યોજાઈ હતી, જેમાં ગુજરાત, દીવ દમન માંથી ૪૫ જેટલી સ્કૂલોની ટીમો ભાગ લીધો હતો. ભાવનગર માંથી નૈમિષારન્ય સ્કુલ વિદ્યાર્થીઓ વિવિધ વય ગ્રુપમાં ભાગ લીધો હતો, જેમાં અન્ડર ૧૯ વય ગ્રુપમાં મહર્ષિ રાજ્યગુરુ ચર્ક ફેકમાં સિલ્વર મેડલ તેમજ માધવરાજ સોલંકી ગોળાફેકમાં અન્ડર ૧૪ વય ગ્રુપમાં સિલ્વર મેડલ જીતી ઉપરોકત બને ખેલાડીઓ આગામી દિવસો માં વારાણસી (ઉતર પ્રદેશ) ખાતે યોજાનાર નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા જશે. તેમજ હાર્દી ગોહિલ ૮૦૦મી દોડ અન્ડર ૧૪ વય ગ્રુપમાં ૮૦૦મી બ્રોન્જ મેડલ, ઓમ કુવાડિયા ૧૫૦૦મી દોડ અન્ડર ૧૭ વય ગ્રુપમાં બ્રોન્ઝ મેડલ, પર્વ પ્રજાપતિ ત્રિપલ જમ્પ અન્ડર ૧૭ વય ગ્રુપમાં સિલવર મેડલ, અન્ડર ૧૭ વય ગ્રુપમાં ૪ × ૪૦૦મી રીલે રેસમાં વત્સલ મહેતા, પર્વ પ્રજાપતિ, ઓમ કુવાડિયા, શોર્ય ગુપ્તા સિલ્વર મેડલ જીતેલ ભાવનગર તેમજ શાળાનું નામ રોશન કર્યું હતું. તેમજ સમગ્ર ટીમમાં અન્ડર ૧૪માં જેનીલ શુકલા ૧૦૦મી, દીક્ષિત ધોળકિયા ૨૦૦મી, હિતાંશુ રૂપારેલીયા ૮૦૦મી, ધર્મરાજસિંહ ગોહિલ લોંગ જમ્પ, પલક ઈટાલીયા લોન્ગ જમ્પ, ભક્તિ ત્રિવેદી ૨૦૦મી માં અંદર ૧૭માં યક્ષ ગાબની ૮૦૦મી, કબીર પટેલ, નિત્યા વોરા ચક્ર ફેક અને બરછી ફેંક, ભાગ લઇ શ્રેષ્ઠ પ્રદશન કરેલ અને શાળાનું ગૌરવ વધાર્યું હતું, ઉપરોક્ત ખેલાડીઓને તાલીમ શાળા વ્યાયાયમ શિક્ષક શરદ ગોહેલે આપેલ તો આ બદલ શાળાના પ્રિન્સીપાલ કે.પદમાસિંઘ તેમજ શાળાના સંચાલક કે.પી.સ્વામી અભિનંદન પાઠવ્યા હતા.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *