વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ઈન્સ્ટોલ સીસીટીવી કેમેરા લોકો માટે આશીર્વાદરૂપ બન્યા છે. લોકોની ખોવાયેલ વસ્તુઓને શોધી આપવામાં ખૂબ ઉપકારક નીવડી રહ્યા છે. જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાએ ભવનાથ ફરવા ગયેલ એક બહેનનો રૂ.૬૦ હજારની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેનને સીસીટીવી કેમેરાની મદદથી ગણતરી કલાકોમાં શોધી આપવામાં આવ્યો હતો.
અરજદાર જ્યોતિષકુમાર ગુલાબદાસ નિમાવત જૂનાગઢ ખાતે રહેતા હોય અને પોતાના પરિવાર સાથે ભવનાથ ફરવા ગયેલ હોય, તે દરમ્યાન જ્યોતિષભાઇની પત્નીનો સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો રસ્તામાં પડી ગયેલ હોય, જે સોનાનો ચેન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય જેથી તેઓ વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. દેવેનભાઇ સિંધવ, અંજનાબેન ચવાણ, કિંજલબેન કાનગડ, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી જ્યોતિષભાઇ નિમાવત જે સ્થળેથી પસાર થયેલ તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ભવનાથ મંદીર પાસે તેઓનો સોનાનો ચેન પડતો હોય તેવું CCTV માં સ્પષ્ટ નજરે પડ્યું હતું. ત્યાર બાદ તુરંત જ ૧ અજાણ્યા ફોરવ્હીલ ચાલક દ્વારા તે સોનાનો ચેન ઉઠાવી લેવાનુ ધ્યાને ઉપર આવ્યું હતું. જેના આધારે ફોરવ્હીલ ચાલક નો વાહન રજી. નંબર GJ 18 AB 1031 શોધવામાં આવ્યો હતો.
જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ફોરવ્હીલ ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા સોનાનો ચેન તેમની પાસે હોવાનુ જણાવ્યું હતું. પોલીસ દ્વારા ફોરવ્હીલ ચાલકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જ્યોતિષકુમાર નિમાવતનો દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો રિકવર કરી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી જ્યોતિષકુમાર નિમાવત પ્રભાવિત થયેલ અને નેત્રમ શાખા પોલીસનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે. તે ચરિતાર્થ કરવા માટે સૂચના આપેલ હતી.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપ્યા હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા જ્યોતિષકુમાર ગુલાબદાસ નિમાવતનો દોઢ તોલા સોનાનો ચેન કિંમત રૂ. ૬૦,૦૦૦/- નો સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક થયું છે.


