મકસુદ કારીગર,કઠલાલ
સરદાર પટેલ વિદ્યામંદિર વીણા ખાતે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ એવા રક્ષાબંધની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી હતી . જેમાં શાળાના માધ્યમિક વિભાગના શિક્ષિકા મીનાબેન પટેલે રક્ષાબંધન ઉજવણી વિશે વિદ્યાર્થીઓને વિગતવાર સમજણ આપી હતી ત્યારબાદ શાળાની ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીનીઓ પોતપોતાના ઘરેથી રાખડી લાવી હતી તે ને શાળાના વિદ્યાર્થીઓને સૌ પ્રથમ કંકુ અને તિલક કરીને રક્ષા બાંધવામાં આવી હતી. બહેનોએ રાખડી બાંધી અને ભાઈઓએ તેમને રાખડીના બદલામાં પ્રેમ ભેટ અને ચોકલેટ આપી હતી. આ પર્વની ખૂબ ઉલ્લાસ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી . આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રશાંત ક્રિશ્ચિયને વૈશાલીબેન પટેલ અને રૌક્ષણિક સ્ટાફ મિત્રોના સહયોગથી સફળતા પૂર્વક પૂર્ણ કર્યો હતો.

