Gujarat

બગડોલ પે સેન્ટર શાળામાં વિધાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ તાલુકા ના બગડોલ પે સેન્ટર શાળામાં વિધાર્થીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.શાળામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રો દ્વારા રક્ષાબંધન ના તહેવાર પર વાર્તાલાપ રાખવામાં આવ્યો હતો. આ વાર્તાલાપમાં બ્રહ્મ દિન, બ્રાહ્મણ પૂનમ, રક્ષાબંધન…!
 રક્ષાબંધન એટલે રાખડી બાંધવી તે માત્ર રાખડી બાંધી કે બંધાવી આપવી, એટલે પત્યું. એમ નહી, પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ભરી પડી છે, જે તત્વજ્ઞાન સમાયું છે. અને જે મહાન જવાબદારી રહેલી છે, તેનું યથાર્થ પાલન થાય તે આવશ્યક છે. તેવી સમજ શાળાના બાળકોને વિસ્તારપૂર્વક  શિક્ષકો દ્વારા આપવામાં આવી હતી.

Screenshot_2023-08-30-12-28-11-66_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *