ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને શિક્ષણવિદ્ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જામનગર જિલ્લાની જોડિયા તાલુકાની શ્રી હડિયાણા કન્યા શાળામાં આજરોજ શિક્ષક દિવસની ખુબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ધોરણ 8 ના બાળકો આજે શિક્ષક બની શાળામાં આવ્યા હતા તથા આજે શાળામાં તેઓએ શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. આ શિક્ષક બનીને આવેલા બાળકોને શિક્ષણ કાર્ય કરાવતા નિહાળવા એક અલગ જ લાવવો હોય છે. બાળકોએ ખૂબ જ તૈયારી સાથે આજે શાળાએ આવ્યા હતા અને ખૂબ જ સારી રીતે શિક્ષણ કાર્ય કરાવ્યું હતું. આજના આ સ્વયં શિક્ષણ દિવસ ના કાર્યક્રમ નિમિત્તે કાર્યક્રમના અંતે શ્રી હડિયાણા કન્યા શાળાના આચાર્ય શ્રી અરવિદભાઇ મકવાણા દ્વારા શિક્ષક બનેલી તમામ વિદ્યાર્થીની બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા………
રિપોર્ટર=શરદ એમ.રાવલ.
તા. જોડિયા.જી.જામનગર.
ગામ = હડીયાણા……..