જિલ્લા મહિલા અને બાળ આધીકારીની કચેરી-જુનાગઢના દ્વારા “નારી વંદન ઉત્સવ” અંતર્ગત મહિલા નેતૃત્વ દિવસની ની ઉજવણી શ્રીમતિ એમ.જી.ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપુરા-જુનાગઢ ખાતે તા.૦૪/૦૮/૨૦૨૩ના રોજ કરવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્યશ્રી જયશ્રીબેન રંગોલીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગમાંથી ફિલ્ડ ઓફિસર પલ્લવીબેન પાઘડાર, તથા (DHEW) નો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મહિલાલક્ષી વિવિધ યોજનાઓની, મહિલા નેતૃત્વ દિવસ અંગે માહિતી આપવામાં આવેલ તેમજ કાર્યક્રમને અનુરૂપ નાટક દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને મહિલા નેતૃત્વ અંગેના સંદેશા પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારબાદ કાર્યક્રમ અંતર્ગત IEC વિતરણ કરવામાં આવ્યું હતુ.
