Gujarat

બહાઉદીન આર્ટસ કોલેજમાં વિશ્વ યોગ દિન ની ઉજવણી

જૂનાગઢ બહાઉદ્દીન આર્ટસ કોલેજમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બહાઉદીન આર્ટસ કોલેજ જૂનાગઢમાં કાર્યરત એનએસએસ, એનસીસી, આર્મી તથા નેવલ યુનિટ અને શારીરિક શિક્ષણ વિભાગ તેમજ જિલ્લા રમતગમત વિકાસ વિભાગ, ભક્ત કવિ નરસિંહમહેતા યુનિવર્સિટીના સંયુક્ત પ્રયાસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

સવારના ૬ -૩૦ કલાકે કોલેજના સેન્ટ્રલ હોલ ખાતે યોગ દિવસ નિમિત્તે રાજયના મુખ્યમંત્રીશ્રીનું ઉદબોદન,ત્યારબાદ માનનીય વડાપ્રધાન શ્રી નું ઉદબોધન યોજાયું હતું. સાત કલાકે યોગના માસ્ટર ટ્રેનર શ્રી તૃપ્તિબેન રાંક તથા અંજુબેન દ્વારા યોગ પ્રશિક્ષણ કરાવવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કુલપતિ શ્રી ચેતન ત્રિવેદી, રજીસ્ટ્રાર શ્રી સોની, આચાર્યશ્રી ડો. પી.વી.બારસિયા તથા આર.પી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ કોલેજનો સ્ટાફગણ તથા વિદ્યાર્થી ભાઈઓ બહેનો એ કોલેજ ખાતે યોગા અભ્યાસ કરીને કાર્યક્રમમાં ભાગ લીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *