Gujarat

બોડેલી APMCમાં ચેરમેન વાલજી બારીયા  વાઇસ ચેરમેન યશપાલસિંહ ઠાકોર બિનહરીફ ચૂંટાયા!

પેંડા ખવડાવી અને ફૂલોની માળાઓથી નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરાયું!
બોડેલીની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી આજે માર્કેટ સમિતિ સભાખંડમાં યોજાઇ હતી. ભાજપ સંગઠનના મેન્ડેટ અનુસાર ચેરમેન અને વાઇસ ચેરમેન બિનહરીફ નિયુક્ત થયા હતા. ચેરમેન તરીકે વાલજીભાઈ જનાભાઈ બારીયા (રહે.બુમડી તા.બોડેલી) જ્યારે વાઇફ ચેરમેન તરીકે યશપાલસિંહ ગોવિંદસિંહ ઠાકોર (રહે. લઢોદ તા.બોડેલી) હરીફ ચૂંટાયા હતા.
     માર્કેટની ચૂંટણીનું મોનિટરિંગ કરતા છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશભાઇ ઉકાણી, સાંસદ ગીતાબેન રાઠવા, માજી ધારાસભ્ય પ્રો. શંકરભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા મહામંત્રીઓ, પ્રદેશ મંત્રી મુકેશભાઈ રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
બોડેલી માર્કેટ સમિતિની ચૂંટણી અઢી મહિના પહેલા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપના મેન્ડેટના આધારે ઉમેદવારો ઉભા રહ્યા હતા. જેમાં ભાજપ તરફી વધુ ડિરેક્ટરો ચૂંટાયા હતા. કોંગ્રેસના ડિરેક્ટરોએ રાજીનામાં આપી ભાજપનો કેસ અંગીકાર કરી લીધો હતો. ત્યાર પછી બોડેલી માર્કેટ સમિતિમાં એક તરફી ભાજપનો જ માહોલ સર્જાયો હતો. અઢી મહિના પહેલા યોજાયેલી આ ચૂંટણી બાદ આજે તા. 21 જૂન 2023 ના રોજ ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માર્કેટના નોમિનેશન બોર્ડની પહેલી મીટીંગ માં યોજાઇ હતી. આ ચૂંટણી માટે ભાજપ સંગઠન ની બે દિવસ પૂર્વે મીટીંગ પણ થઇ હતી. જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇચ્છુક ડિરેક્ટરોના કોન્સેસ પણ લેવાયા હતા. માર્કેટ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે કોનો મેન્ડેટ આવશે તે અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું. લગભગ બપોરે 1:15 વાગ્યે માર્કેટના ડિરેક્ટરો આગેવાનો મેન્ડેટ સાથે માર્કેટ ઓફિસે આવ્યા હતા અને થોડી જ મિનિટોમાં મીટીંગ પણ આટોપાઈ ગઈ હતી. ચેરમેન અને વાઇસ ચેરમેનના નામો નક્કી થઈને આવતા સંગઠનની શિસ્ત અને મેન્ડેટ ધ્યાને લઈ બીજા કોઈએ ઉમેદવારી કરી ન હતી.
     જિલ્લા રજીસ્ટ્રાર ની ઉપસ્થિતિમાં યોજાયેલી આ મિટિંગમાં ચેરમેન પદ માટે સૌથી સિનિયર ડિરેક્ટર વાલજીભાઈ જનાભાઈ બારીયા જ્યારે વાઇસ ચેરમેન પદ માટે યશપાલસિંહ ઠાકોર નું ઉમેદવારી પત્ર ભરાયું હતું. ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાતા માત્ર બે જ ઉમેદવારી પત્ર હોવાને કારણે બંનેને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા હતા.
     બોડેલી માર્કેટ કચેરીમાં નવનિયુક્ત ચેરમેન અને વાઇસ ચેરમેન નું અભિવાદન અને સન્માન સાંસદ, પ્રભારી સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો, હોદ્દેદારો, ડિરેક્ટરો અને બોડેલીના આગેવાનોએ ફૂલોની માળાઓ સાથે કર્યું હતું
બોક્સ 1
નવ નિયુક્ત ચેરમેન વાલજીભાઇ બારીયાએ સૌથી પહેલાં શું પ્રતિક્રિયા આપી?
માર્કેટ ચેરમેન તરીકે ચૂંટાયેલા વાલજીભાઈ બારીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી પર વિશ્વાસ રાખવા બદલ પાર્ટી તેમજ ડિરેક્ટરોનો આભાર વ્યક્ત કરું છું. ખેડૂતોના હિતોના રક્ષણ માટે તમામ પ્રયત્નો કરીશ. જરૂર પડશે તે સમયે સરકારમાંથી પણ રજૂઆત કરી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવા માટે હર હંમેશ પ્રયત્નશીલ રહીશ તેવી બાહેધરી કરી આપું છું.
બોક્સ 2
વાઇસ ચેરમેન યશપાલસિંહ ઠાકોરે શું જણાવ્યું?
બોડેલી માર્કેટ સમિતિ સમગ્ર ગુજરાતની સૌથી જૂની અને સૌથી પહેલી માર્કેટ સમિતિ છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં નંબર વન કેવી રીતે બને તેવા અમે પ્રયાસો કરીશું. અમારી પર વિશ્વાસ રાખી પાર્ટી સંગઠને ભરોસો કર્યો છે તેને અમે બર લાવીશું. ખેડૂતોના પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટેના પ્રયાસો કરીશું. અગાઉના વહીવટોમાં પણ સારી કામગીરી થઈ જ હતી. તેનાથી પણ વધુ સારી અને સુધારા સાથેની કામગીરી કરવા અમે પ્રયાસો કરીશું.
બોક્સ 3
જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાણીએ મીડિયા સાથે વાત કરતા શું કહ્યું?
બોડેલી માર્કેટ સમિતિની ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી ભાજપ સંગઠનના તમામ આગેવાનો અને કાર્યકરો સાથે સંકલન કરી સર્વ સંમતિથી સંપન્ન થઇ છે. બોડેલી માર્કેટ સમિતિ સમગ્ર ગુજરાતમાં સૌથી જૂની સંસ્થા છે અને તેમાં બિનહરીફ બંને હોદ્દેદારો નીમાયા છે. સૌ કાર્યકરોને એક મંચ પર આવી સાથે મળીને સર્વસંમતિથી આ ચૂંટણી પાર પાડી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230621-WA0040-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *