Gujarat

આગામી ૪થી ૫ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના

અમદાવાદ
વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. અમદાવાદમાં આગામી ૪થી ૫ દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી છે. તો અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ જુલાઈએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્‌યુલેશન સક્રિય થવાને કારણે વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. ૧૬ જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ૧૬ જુલાઈ બાદ સારો વરસાદ પડશે. ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ૬૦ ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો ૮૬ ટકા વરસાદ નોંધાયો છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *