Gujarat

જૂનાગઢના ભવનાથ ખાતે સાધુ સંતોની ઉપસ્થિતિમાં ચંદ્રમોલી સંતમંડળ ટ્રસ્ટનું માળખું બનાવી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું

માનવજાતનું હિત થાય તેવા એકમાત્ર હેતુથી ટ્રસ્ટ બનાવાયું
આજે ગિરનાર તળેટીમાં મંગલનાથ બાપુ ની જગ્યામાં દરેક સંપ્રદાયના સંતોએ મળીને વિશ્વ કલ્યાણ માટે, રાષ્ટ્ર કલ્યાણ માટે અને સનાતન ધર્મમાં માનવ જન્મ પછી દરેક વ્યક્તિથી જે કંઈ થઈ શકે એ માટે એક સંગઠન બનાવીને સતત કાર્યશીલ રહીને હિન્દુઓને,હિન્દુત્વના રક્ષણ માટે સનાતન ધર્મના કાર્યો માટેના એકમાત્ર હેતુથી ચંદ્રમૌલી સંત મંડળ નામનું ટ્રસ્ટ બનાવ્યું છે. દરેક ધર્મને સનાતન પ્રેમી લોકોને અપીલ કરી જણાવ્યું છે કે ગ્રાઉન્ડ લેવલે જે સનાતન ધર્મ છે એના હિત અને કલ્યાણ માટે જે કંઈ થઈ શકે એવા ઉદ્દેશ સાથે આજે એક ટ્રસ્ટનું માળખું બનાવી રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. જેમાં રામેશ્વર સતાધાર ના મહંત શ્રી ગોવિંદ બાપુને પ્રમુખ સ્થાન આપવામાં આવ્યું છે. અને એક ઠરાવ પસાર કરી ઋષિ જીવન જીવે છે. સન્યાસી લોકો છે એ લોકોનું એક માળખું બને અને રાષ્ટ્ર અને વિશ્વ કલ્યાણ તેમજ સમગ્ર માનવ જાતનું હિત થાય એના માટેના પ્રયત્નોનો આજથી શુભારંભ કરાયો છે તેવું કરસન બાપુ ભાદરકા (પ્રવક્તા) એ જણાવ્યું હતું
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230627_200150.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *