જૂનાગઢ જિલ્લાના સ્વ. સ્વતંત્ર સેનાની ચંદુલાલ દવેનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. તેમનું આ સન્માન તેમના પુત્ર શ્રી મહેન્દ્રભાઈ દવેએ સ્વીકાર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનસંગ હીરો-સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવી રહ્યું છે. તેજ શૃંખલામાં જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર વતી જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિશાલ દિહોરા અને જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ સ્વ. સ્વતંત્ર સેનાની ચંદુલાલ દવેનું સન્માન તેમના પુત્રને નિવાસ સ્થાને જઈ અર્પણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


