નવીદિલ્હી
માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ વિરુદ્ધ ગુરુવારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ પ્રયાગરાજ પોલીસની જીૈં્ દ્વારા ઝ્રત્નસ્ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે, જેમાં ઘટનાસ્થળેથી ધરપકડ કરાયેલા શૂટર્સ લવલેશ તિવારી, અરુણ મૌર્ય અને સન્ની સિંહના નામ છે. કહેવામાં આવ્યું છે કે ૫૬ પેજમાં ચાર્જશીટ છે. આ સિવાય લગભગ ૨૦૦૦ પાનાની કેસ ડાયરી છે. ૧૫ એપ્રિલે પ્રયાગરાજની કેલ્વિન હોસ્પિટલમાં પોલીસ કસ્ટડીમાં અતીક અને અશરફની હત્યા કરવામાં આવી હતી. અતીક અને અશરફ હત્યા કેસના શુક્રવારે ૯૦ દિવસ પૂરા થવા જઈ રહ્યા હતા, તે પહેલા જ જીૈં્એ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. હાલ ત્રણેય શૂટરો પ્રતાપગઢની જિલ્લા જેલમાં બંધ છે. હત્યા દરમિયાન જ તમામ શૂટરો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ હત્યા માટે તુર્કી બનાવટની જીગાના અને ગીરસાન પિસ્તોલનો ઉપયોગ કર્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ હત્યાકાંડ પછી પોલીસ કમિશનર પ્રયાગરાજ રમિત શર્માએ ૩ સભ્યોની જીૈં્ની રચના કરી હતી. છડ્ઢઝ્રઁ ક્રાઈમ સતીશ ચંદ્રાની અધ્યક્ષતામાં રચાયેલી ટીમમાં છઝ્રઁ સત્યેન્દ્ર પ્રસાદ તિવારી અને ઈન્સ્પેક્ટર ઓમપ્રકાશનો સમાવેશ થાય છે. જીૈં્ની પૂછપરછમાં ત્રણેય શૂટરોએ નામ કમાવવા અને રાતોરાત ડોન બનવા માટે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. ચાર્જશીટમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. જીૈં્એ તપાસમાં ગોળીબાર વખતે નજીકના લોકો અને ગ્રામજનોના નિવેદન પણ નોંધ્યા છે. આ સિવાય ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓ, મીડિયાકર્મીઓ અને આરોગ્ય કર્મચારીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. હાલ ત્રણેય આરોપીઓ ૧૪મી જુલાઈ સુધી ન્યાયિક કસ્ટડીમાં પ્રતાપગઢ જેલમાં બંધ છે. ૧૪ જુલાઈના રોજ આરોપી ફરીથી ઝ્રત્નસ્ કોર્ટમાં હાજર થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડક્શન કરી શકાય છે. તે જ સમયે, ન્યાયિક પંચ પણ આ હત્યા કેસની તપાસ કરી રહ્યું છે. યુપી સરકારે હત્યાકાંડ પછી અલ્હાબાદ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ ડીબી ભોસલેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના ન્યાયિક પંચની રચના કરી હતી, જે આ મામલાની તપાસ કરી રહી છે. ન્યાયિક પંચમાં ઝારખંડ હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ વીરેન્દ્ર સિંહ, અલ્હાબાદ હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અરવિંદ કુમાર ત્રિપાઠી, ભૂતપૂર્વ ડીજીપી સુબેશ કુમાર સિંહ અને નિવૃત્ત જિલ્લા ન્યાયાધીશ બ્રિજેશ કુમાર સોનીનો સમાવેશ થાય છે. ન્યાયિક તપાસ પંચે ઘટના સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જાેડાયેલા લોકોના નિવેદનો પણ નોંધ્યા છે. કમિશને તેનો તપાસ રિપોર્ટ ૨ મહિનામાં સરકારને સોંપવાનો હતો, પરંતુ તેણે સરકારને તપાસ રિપોર્ટ સોંપવા માટે થોડો વધુ સમય માંગ્યો છે.


